Sarasvati Sadhana Cycle Yojana 2024
સરસ્વતી સાધના યોજનાનો હેતુ
- આ યોજનાનો ઉદ્દેશ્ય કન્યાઓના શિક્ષણને ઉત્તેજન આપવાનો છે. રાજ્યમાં અનુસુચિત જાતિની ધોરણ-9 માં અભ્યાસ કરતી કન્યાઓને કેળવણીમાં ઉત્તેજન મળે તે મુખ્ય હેતુ છે.
Sarasvati Sadhana Cycle Yojana 2024
યોજનાનું નામ | સરસ્વતી સાધના સાયકલ યોજના |
રાજ્ય | ગુજરાત |
લાભો | મફત સાયકલ વિતરણ કરવામાં આવશે. |
લાભાર્થીઓ | 14 થી 18 વર્ષની વય જૂથની છોકરીઓ |
મુખ્ય ઉદ્દેશ્ય | અનુસૂચિત જાતિ કેટેગરીની અને ધોરણ- 9 માં અભ્યાસ કરતી છોકરીને પ્રોત્સાહન અને સરકાર |
સત્તાવાર વેબ પૃષ્ઠ | https://sje.gujarat.gov.in/schemes |
યોજનાનો લાભ કોણે મળશે?
આ યોજનાનો લાભ કોણે- કોણે મળશે તેની પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.
- લાભાર્થી કન્યા અનુસુચિત જાતિની હોવી જોઈએ.
- સરસ્વતી સાધના યોજનાનો લાભ ગુજરાત રાજ્યની દીકરીઓને આપવામાં આવશે.
- હાલમાં ધોરણ-9 માં અભ્યાસ કરતી કન્યાઓને લાભ આપવામાં આવશે.
- ગ્રામ્ય વિસ્તારમાં રહેતી કન્યાના માતા-પિતાની વાર્ષિક આવક રૂપિયા 6,0,000 થી વધુ હોવી જોઈએ નહીં.
- શહેરી વિસ્તારમાં રહેતી કન્યાના માતાપિતાની વાર્ષિક આવક રૂપિયા 6,0,000 થી વધુ હોવી જોઈએ નહીં.
Sarasvati Sadhana Cycle Yojana લાભ મેળવવા માટે કઈ કચેરીનો સંપર્ક કરવો?
આ યોજનાનો લાભ લેવા માટે જે કન્યા જે શાળામાં અભ્યાસ કરતી હોય તેઓના આચાર્યશ્રીનો સંપર્ક કરવાનો રહેશે. જે તે શાળાના આચાર્યશ્રીઓએ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઇન દરખાસ્ત કરવાની હોય છે. આ સિવાય વધુ માહિતી અને અમલીકરણ કચેરી તરીકે સંબધિત જિલ્લા નાયબ નિયામકશ્રી(અજાક)ની કચેરીની મુલાકાત લેવાની રહેશે.
Also Read, View All PDFrani Tools
ગુજરાત સરસ્વતી સાધના યોજના 2024 ના લાભો
આ યોજના હેઠળ રાજ્યની દીકરીઓને જુદા-જુદા લાભો આપવામાં આવે છે. જે નીચે મુજબ છે.
- આ યોજનાથી ધોરન-8 પછી રાજ્યની ઘણી દીકરીઓ અભ્યાસ છોડી દેતી હતી, તેઓને આગળનો અભ્યાસ કરવાની તક મળશે.
- ધોરણ-9 માં પ્રવેશ મેળવનાર દીકરીઓને શાળાએ જવા માટે સાયકલ આપવામાં આવશે.
- સરસ્વતી સાધના યોજનાને કારણે ઘણી વિદ્યાર્થિનીઓ ધોરણ-9 માં પ્રવેશ લેવા અને તેમનો અભ્યાસ ચાલુ રાખવા માટે પ્રેરિત થશે.
- આ યોજનાથીઘણી વિદ્યાર્થિનીઓનો આત્મવિશ્વાસ વધશે.
- આ યોજનાના લીધે દીકરીઓ શાળાએ જવાનું શરૂ કરશે, જેનાથી રાજ્યમાં શિક્ષણનો દર વધશે.
સરસ્વતી સાયકલ સાધના યોજનામાં શું લાભ આપવામાં આવે છે?
- આ યોજના હેઠળ દીકરીઓને સહાય તરીકે સાયકલ સહાય આપવામાં આવે છે.
યોજનાનો લાભ લેવા માટે ક્યાં-ક્યાં પુરાવાઓ જોઈએ?
આ યોજનાનો લાભ લેવા માટે કેટલાક પુરાવા માંગવામાં આવે છે. જે નીચે મુજબ છે.
- કન્યાનો જાતિનો દાખલો
- આવક અંગેનું પ્રમાણપત્ર
- ધોરણ-9 માં અભ્યાસ કરે છે તેનો પુરાવો
- સ્કૂલમાં ફી ભર્યાની પહોંચ
અગત્યની લિંક
સરસ્વતી સાધના સાયકલ યોજના | અહીં કલીક કરો |
Home Page | અહીં કલીક કરો |
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને Sarasvati Sadhana Cycle Yojana 2024સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.
Table of Contents