Chiranjeevi Yojana Gujarat 2024 : જાણો ,આ યોજના દ્વારા મહિલાઓ પ્રસુતિ દરમિયાન કઈ રીતે આર્થિક સહાય મેળવી શકે ?

Chiranjeevi Yojana Gujarat 2024 :  ગુજરાત માં ઘણી મહિલાઓને પ્રસુતિ દરમિયાન આર્થિક અને સામાજિક કારણોસર ખતરનાક પરિસ્થિતિ નો સામનો કરવો પડે છે. તો ચિરંજીવી યોજના આવી માતાઓ માટે અમલમાં મુકવામાં આવી છે. તેમના માટે આર્થિક સહાય,સુરક્ષા,યાત્રા ભાડું,સ્વાસ્થ્ય કેન્દ્ર જેવી સુવિધા સરકાર દ્વારા આપવામાં આવે છે. તો આપણે આ યોજના માં ફોર્મ કેવી રીતે ભરવાના તેમજ તેમાં કયા કયા ડોકયુમેન્ટ ની જરૂર પડશે તેના વિશે ની સંપૂર્ણ માહિતી આપણે આ આર્ટિકલ દ્વારા જાણીશું તો આ આર્ટિકલ લાસ્ટ સુધી વાંચજો.

Chiranjeevi Yojana Gujarat 2024

યોજના નું નામ ચિરંજીવી યોજના ગુજરાત
કોના દ્વારા શરૂ કરવામાં આવી ગુજરાત સરકાર દ્વારા 
વિભાગ મહિલા અને બાળવિકાસ વિભાગ
લાભાર્થી ગરીબી રેખા નીચે જીવતી મહિલાઓ
મળવાપાત્ર સહાય પ્રસુતિ દરમિયાન આર્થિક સહાય
સત્તાવાર વેબસાઇટ gujaratindia.gov.in
હેલ્પલાઈન નંબર 7923232611

ગુજરાત ચિરંજીવી યોજના શું છે?

Chiranjeevi Yojana Gujarat 2024 ની શરૂઆત ૨૦૦૫ માં કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ગરીબી રેખા નીચે જીવતા પરિવાર માં કોઈ મહિલાને પ્રસુતિ દરમિયાન આર્થિક તેમજ સામજિક રીતે મુશ્કેલી નો સામનો ના કરવો પડે તેના કારણે સરકાર દ્વારા પ્રસુતિ દરમિયાન માતાઓને રૂપિયા ૨૦૦/- સ્વાસ્થ્ય ખર્ચ, રૂપિયા ૩૦/- યાત્રા ખર્ચ અને રૂપિયા ૩૦/- ની આર્થિક સહાય કરવામાં આવે છે. આ યોજના હેઠળ ૧,૬૩,૬૦૯ જેટલી મહિલાઓએ તેનો લાભ ઉઠાવ્યો છે.

યોજના નો હેતુ

ચિરંજીવી યોજના નો મુખ્ય હેતુ એ છે કે કેટલીક માતાઓ જેઓ ગરીબી રેખાથી નીચે જીવે છે તેવા પરિવાર માટે આર્થિક અને સામાજિક કારણોસર ખતરનાક પરિસ્થિતિ નો સામનો કરવો પડે છે. ચિરંજીવી યોજના આવી માતાઓની સહાય માટે અમલ લાવવામાં આવી છે તેમના માટે આર્થિક સહાય,સુરક્ષા,યાત્રા ભથ્થું,સ્વાસ્થ્ય ખર્ચ આપીને આર્થિક સહાય કરવાનો છે. આ યોજના થી ગરીબ મહિલાઓને ઘણી બધી મદદ મળતી હોય છે.

Chiranjeevi Yojana Gujarat 2024 માં કોણ લાભ લઈ શકે છે?

ચિરંજીવી યોજના ગુજરાત નો લાભ નીચે મુજબ ની વ્યક્તિ લઈ શકે છે:

  • લાભાર્થી ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ
  • આ યોજના નો લાભ બી.પી.એલ ધારકો અને ગરીબી રેખાથી નીચે જીવતા પરિવાર ના લોકો ને મળે છે.
  • અનુસૂચિત જાતી અને અનુસૂચિત જનજાતિ તેમજ B.P.L ધારકોને આ લાભ આપવામાં આવે છે.
  • તેમજ ગરીબી રેખાથી નીચે જીવતા A.P.L ધારકોને પણ લાભ આપવામાં આવે છે.

 મળવાપાત્ર લાભ

ચિરંજીવી યોજના હેઠળ નીચે મુજબ લાભ મળે છે:

  • આ યોજના હેઠળ મહિલા ને પ્રસુતિ દરમિયાન આર્થિક અને સામાજિક રીતે સહાય આપવામાં આવે છે.
  • આ યોજના હેઠળ મહિલાને પ્રસુતિ દરમિયાન સ્વાસ્થ્ય ખર્ચ ૨૦૦/- રૂપિયા, યાત્રા ખર્ચ રૂપિયા ૩૦/- તેમજ રૂપિયા ૩૦/- ની આર્થિક સહાય આપવામાં આવે છે.
  • તેમજ પ્રસુતિ સુધી આર્થિક રીતે મદદ કરવામાં આવે છે.

 જરૂરી ડોક્યુમેન્ટ

Chiranjeevi Yojana Gujarat 2024 નો લાભ લેવા જરૂરી ડોક્યુમેન્ટસ નીચે મુજબ છે:

  • લાભાર્થી નું આધારકાર્ડ 
  • આવકનો દાખલો 
  • B.P.L કાર્ડ
  • જો બી.પી.એલ કાર્ડ ના હોય તો તલાટી શ્રી નો આવકનો દાખલો 
  • બેન્ક પાસબુક 
  • જાતિનો દાખલો 
  • રેશન કાર્ડ 

 અરજી કેવી રીતે કરવી?

  • ચિરંજીવી યોજના ની અરજી ઓફલાઈન કરવાની રહેશે.
  • આ યોજના નું ફોર્મ નજીકની આંગણવાડી કેન્દ્ર, P.H.C સેન્ટર, હોસ્પીટલ જેવી જગ્યાએથી મેળવી લેવાનું રહેશે.
  • આ યોજના નું ફોર્મ ભરીને તેની સાથે રેશન કાર્ડ, આવકનો દાખલો જેવા ડોકયુમેન્ટ લગાવીને હોસ્પીટલ માં રજુ કરવાનું રહેશે.

મહત્વની લિંક

સત્તાવાર વેબસાઇટ  અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો
હેલ્પલાઈન નંબર 7923232611

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને Chiranjeevi Yojana Gujarat 2024 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

 

Leave a Comment